Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Friday, February 12, 2010

શું તું મને ઓળખી શકીશ

બનીને વહેતું ઝરણું
તારી પાનીને ચૂમું છું
અને એ પંખીડો બની
તારી પાયલની રણકાર માં કલરવ પૂરું છું

બની હવાની શિત લહેર
તારા ગુલાબી હોંઠ ચૂમું છું
અને ધરતી બની ધીરેથી
તારા હૃદય ના ધબકારા સાંભળું છું

નથી ખબર મને કે છે એહસાસ તને
કે હું તને કેટલો નજદીક થી જાણું છું
પણ જો બની માનવ આવ્યો તારી સામે
તો શું તું મને ઓળખી શકીશ